નિરાધાર ગાયોનું આશ્રય સ્થાન :નેચર કેર એનિમલ ફાઉન્ડેશન – ગૌ શાળા (એનજીઓ)

નિરાધાર ગાયોનું આશ્રય સ્થાન :નેચર કેર એનિમલ ફાઉન્ડેશન – ગૌ શાળા (એનજીઓ)

0 0
Spread the love
Read Time:2 Minute, 15 Second

અમદાવાદથી 19 કિલો મીટરના અંતરે ચાલતી આ એક ખુબજ પ્રસંશનીય કામગીરી કરતી ગૌ શાળા છે.સામાન્ય રીતે ગૌ શાળામાં તંદુરસ્ત અને દૂધ આપે તેવી ગાયોને રાખવામા આવતી હોય છે પરંતુ આ ગૌશાળામાં જે ગાયોને રોગ થયો હોય,અકસ્માત થયો હોય કે દૂધ ના આપતી હોય અને તેના માલિકે રખડતી મૂકી દીધી હોય,તેવી ગાયોને અહી રાખવામા આવે છે.અમદાવાદ જીલ્લામાં આવેલ ધામતવન ખાતે  ચાલતી નેચર કેર એનિમલ ફાઉન્ડેશન – ગૌ શાળા (એનજીઓ) ખરેખર નિરાધાર ગાયોનું આશ્રય સ્થાન છે. અહી હાલમાં 28 ગાયો અને 3 વાછરડા મળીને કુલ 31 ગાયોનો આશ્રય સ્થાન આપવામાં આવેલ છે. અહી ઘાયલ થયેલ અથવા રોગ થયો હોય તેવી ગાયોનો આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર કરવામાં આવે છે અને જ્યાં સુધી જીવે ત્યા સુધી તેની સેવા કરવામાં આવે છે.જો કોઈ ગાય મૃત્યુ પામે તો તેને ગમે ત્યાં ફેકી દેવાના બદલે તેની શાષ્ત્રોક વિધિ કરી યોગ્ય જગ્યાએ દાટવામાં આવે છે.સરકાર પાસેથી એકપણ રૂપિયાની ગ્રાન્ટ લીધા શિવાય સ્વ ખર્ચે અને દાતાઓની મદદથી આ સેવા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.સંસ્થાના સંચાલક રીના પંચાલ દ્વારા આ સેવા પ્રવૃત્તિ છેલ્લા 10 કરતાં વધુ વર્ષથી નિરંતર કરવામાં આવી રહી છે. પોતાના પરિવારના સભ્યોની જેમ દરેક  ગાયને નામ સાથે બોલાવવામાં આવે છે અને એજ રીતે તેની સભાળ લેવમાં  આવે છે.સંસ્થાના મધ્યમથી રીનાબેન દ્વારા થતી આ પ્રવૃત્તિ ખરેખર બિરદાવવા યોગ્ય છે.જીવદયાની આ સેવા પ્રવૃતિમાં યથાસક્તિ દાન કરીને સહભાગી થવા હાર્દિક અપીલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સમાચાર વિશેષ