26 મી જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે અનેક મુશ્કેલીઓની સામનો કર્યો હતો.જો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન આપ્યા ન હોત, તો આપણે કદી સ્વતંત્રતા જોય ન હોત.આ દિવસ દેશ પ્રત્યેની જવાબદારીઓ યાદ કરવાની સાથે બંધારણના મૂલ્યોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવવાનો છે.