Read Time:1 Minute, 10 Second

રાજકોટ, જામનગર, દ્વારકામાં પોલીસનું મેગા ઓપરેશન (Gujarat Police)
જામનગર અને દ્વારકાના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઇવ
અનઅધિકૃત બાંધકામ, અજાણ્યા વ્યક્તિનાં પ્રવેશને લઇ તપાસ
નિર્જન ટાપુઓનાં પ્રવેશ પર વહિવટી તંત્રે પ્રતિબંધ મૂક્યો
Gujarat Police : રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસરનાં બાંધકામ સામે સરકારે લાલ આંખ કરી છે. રાજકોટ (Rajkot), જામનગર, દ્વારકામાં પોલીસ તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જે હેઠળ જામનગર અને દ્વારકાનાં (Dwarka) 42 ટાપુ પર પોલીસે મેગા ડ્રાઇવ યોજી અનઅધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓનાં પ્રવેશ અંગે તપાસ આદરી હતી. વહીવટી તંત્રે નિર્જન ટાપુઓ પર પ્રવેશને લઈ પ્રતિબંધ મૂક્યો છે. આ ટાપુઓ પર SOG અને ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોને મોકલી તપાસ કરાઈ હતી.