Read Time:47 Second

મધ્યપ્રદેશનાં પૂર્વ MLA ના પુત્રની Ahmedabad માં ધરપકડ
પ્રદ્યુમનસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવતની ધરપકડ
ઘાટલોડિયા પોલીસે પૂર્વ MLA નાં પુત્રની ધરપકડ કરી
અમદાવાદની (Ahmedabad) ઘાટલોડિયા પોલીસે મધ્યપ્રદેશનાં પૂર્વ MLA ના પુત્રની ધરપકડ કરી છે. જો કે, ધરપકડ પાછળનું કારણ જાણી તમે ચોંકી જશો. ધારાસભ્યનાં પુત્રની ચેઇન સ્નેચિંગનાં (Chain Snatching) ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી પ્રદ્યુમનસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવતનાં પિતા 20 વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં ધારાસભ્ય હતા. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
