Read Time:44 Second

સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ રાજકોટ સિવિલમાં ગંભીર બેદરકારીનાં દ્રશ્યો સામે આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) ઉંદર ફરતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જે અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેની ધારદાર અસર જોવા મળી છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દોડતું થયું અને ઉંદર પકડવા માટે પાંજરા મૂક્યા છે. અત્યાર સુધી 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓ ઉંદરનાં ત્રાસથી પરેશાન છે.
