Read Time:1 Minute, 14 Second
અમદાવાદ ના સૈજપુર બોઘા નરોડા રોડ ખાતે પંચાણું વરસ જુના કુબેરેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવરાત્રી નિમિતે ભંડારા નુ આયોજન તારીખ 2 માર્ચ ના રોજ કરવામા આવ્યુ હતુ .આ મંદિર દ્વારા પંદર વર્ષ થી સતત ભંડારા નુ આયોજન થઈ રહ્યુ છે આ વર્ષ ના ભંડારા માં આજુબાજુ ના વિસ્તાર ના લગભગ ૧૦ હજાર થી વધુ ભાવિકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો છે.આ મંદિર ના મહંતશ્રી ગોસ્વામી અરવિંદ ગીરીજી મહારાજ દ્વારા ભંડારા ના કાયૅક્રમ માં મદદ કરનાર તમામ દાતાશ્રીઓ તથા તમામ ભાઈઓ અને બેહનોનો આભાર વ્યકત કર્યો છે. અહી આટલી મોતી સંખ્યામા લોકો પ્રસાદ લેવા આવ્યા તેંમછતા સંપૂર્ણ વ્યવસ્થા અને સફાઈ રાખવા બદલ તમામ ભક્તો અને વ્યવસ્થા સમિતિ ના તમમ સભ્યોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે
