Read Time:1 Minute, 6 Second

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મહેન્દ્ર કાવઠીયાને કર્યો સસ્પેન્ડ
મહેન્દ્ર કાવઠીયાની જગ્યાએ 2 નવા શિક્ષકો મૂકવામાં આવ્યા
સોમવારે શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના 3 દિવસના રિમાન્ડ થશે પૂર્ણ.
નરાધમ શિક્ષક સામે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મહેન્દ્ર કાવઠીયાને સસ્પેન્ડ કર્યો છે. મહેન્દ્ર કાવઠીયાની જગ્યાએ 2 નવા શિક્ષકો મૂકવામાં આવ્યા છે. સોમવારે શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થશે. તેમજ પીડિતાના પક્ષમાં વકીલ સંદીપ પંડ્યાની વિનામૂલ્યે કેસ લડવાની તૈયારી છે. જેમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા નરાધમ શિક્ષક કેસમાં પોલીસ તપાસ શરૂ થઇ છે.
