Read Time:1 Minute, 11 Second
અતિ પૌરાણિક કુબેરેશ્વર મહાદેવ મંદિર સૈજપુર બોઘા નરોડા રોડ ખાતે તાજેતેરમાં ભંડારા નુ આયોજન થયું હતું.આ ભંડારો પ્રતિ વર્ષ થાય છે જેના મુખ્ય સેવા શિવ ભક્તોની હોય છે.આ મંદિરમાં નિયમિત આવતા તથા આજુબાજુમાં રહેતા શિવ ભક્તોના સાથ અને સહકારથી આ ભંડારનું ખુબજ વ્યવસ્થિત રીતે આયોજન થતું હોય છે.આ મંદિરના મહંતશ્રી અરવિંદગિરિ મહારાજના સુપુત્ર શ્રી જીતેન્દ્રગિરિના માર્ગદર્શન હેઠળ શિવ ભક્તોની “જય ભોલે” મંડળી ચાલે છે જે કોઈ આમંત્રણ વગર અને કોઈપણ જાતના સ્વાર્થ વગર સેવાના કાર્યમાં જોડાય છે.ભંડારાના દિવસે “યસ ટીવી” ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ ના પત્રકાર દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.આવો સાંભળીએ શિવ ભક્તો શું કહે છે.
