
રાજકોટના મહીકા ગામે સરકારી જમીનમાં કૌભાંડ કર્યાનો મામલો સામે આવ્યો છે. અહીં 4 એકર સરકારી જમીન ઉપર 300 પ્લોટ બારોબર વેચી દેવાયા. આશરે 40 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી આ જમીન પર શિવમ પાર્ક સોસાયટી ઉભી કરી દેવામાં આવી. આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે તાલુકા મામલતદારને ધ્યાને આ વાત આવી.
રાજકોટ મહીકા ગામે સરકારી જમીન ઉપર છેલ્લા ઘણાં સમયથી ચાલતું એક મોટું કૌભાંડ તાજેતરમાં સામે આવ્યું છે. આ આખું કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે મામલતદારને ધ્યાને આ જમીન બાબતેની વિગતો આવી. આશ્ચર્યની વાત એ છે કે જમીનમાં પર સોસાયટીના બાંધકામ મામલે મહીકા ગ્રામ પંચાયતે પાણીના કનેક્શનો અને ભૂગર્ભના કનેક્શનો પણ આપી દીધા છે.
હવે, આખરે તંત્ર જાગ્યું છે. મામલતદારે કાયદેસર કાર્યવાહી શરૂ કરીને અહીં રહેલા લોકોને નોટિસ ફટકારી છે કે તેઓ 15 દિવસની અંદર જમીન ખાલી કરી દે. એક દાયકા કરતા વધુ સમયથી ધમધમતા કૌભાંડની સ્થાનિકોને નોટિસ આપવામાં આવી છે, સાથે જ રહીશોને 15 દિવસમાં જમીન ખાલી કરી દેવા મામલતદારે નોટિસ ઇશ્યૂ કરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તેઓ 15 દિવસની અંદર જમીન ખાલી કરી દે નહીં તો કાયદેસર પગલાં લેવામાં આવશે.
આ મામલો સામે આવ્યા પછી સ્થાનિકો ચિંતિત છે, કારણ કે ઘણા લોકોએ પોતાની પૂંજી ખર્ચીને આ પ્લોટ લીધા છે અને હવે પોતાનું ઘર ગુમાવવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે અમે તમામ કાગળિયા રજૂ કર્યા છે. જયારે કહેવામાં આવ્યું ત્યારે છેક ગાંધીનગર સુધી જઈ આવ્યા છીએ. તો પણ અમને નોટિસ આપવામાં આવી છે. અમે તો આ મકાન 8 લાખ રૂપિયામાં લીધું છે પણ હવે અમારે ક્યાં જવાનું. લોન લઈને લીધેલા મકાનના હજુ તો હફ્તા ભરીએ છીએ.
