

નારોલમાં રહેતા યુવકે ગૃહ કલેશના કારણે મણિનગર ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. આત્મહત્યા કરતા પહેલા ૨૦ મીનીટનો વિડિયો બનાવીને ઇન્ટ્રાગ્રામ ઉપર આપલોડ કર્યો હતો. જેમાં પોતાની પત્ની ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને કંટાળીને આપઘાત કર્યો હતો. મારા મર્યા બાદ મારી લાશ પરિવારને ના સોંપતા કચરામાં ફેકી દેજો, મારા મરણ બાદ કોેઇએ ખોટા ખોટા રોદણા રોવા નહી અને મારા માટે સ્ટેટસ મૂકવા નહી. આ બનાવ અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નારોલ વિસ્તારમાં રહેતા યુવકે આજે મણિનગર વિસ્તારમાં ચાલું ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. યુવકે આપઘાત કરતા પહેલા પોેતાની પત્નીને ઉલ્લેખીને ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં ખાસ કરીને હવે મારામાં મકાનના હપ્તા ભરવાની તાકાત રહી નથી. હું ત્રણ મહિના સુધી બહાર રહું છું તો પણ કોઇને કોઇ ફરક પડતો નથી. મારા ગયા પછી કોઈેએ ખોટા ખોટા રોદવા રોવા નહી, ખોટુ નાટક કરવાની કોઇ જરુર નથી.
મારા માટે કોઇએ સ્ટેટસ મૂકવા નહી અને મારી લાશને કચરામાં ફેકી દેજો મારા પરિવારને આપતા નથી મારા જે કોઇ રૃપિયા હોય તે કોેઇને આપવા નહી. આ પ્રમાણેનો વિડિયો બનાવીને યુવકે સોશિયલ મિડિયામાં વાયરલ કરીને આપઘાત કરતાં મણિનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.