

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રિ-મોન્સૂન કામગીરીની (Pre-Monsoon Work) સમીક્ષા કરી હતી અને બેજવાબદાર અધિકારીઓની બરોબરના ક્લાસ લીધા હતા. સતત બીજા દિવસે મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રિ-મોન્સૂન કામગીરીની સમક્ષી કરી બેદરકાર અધિકારીઓનો ઉધડો લીધો છે. યોગ્ય કામગીરી ન કરનારા અધિકારીઓ સામે પગલાં લેવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે.
રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ-રસ્તા બિસ્માર થયા છે. ઠેર ઠેર પાણી ભરાતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાયા બાદ કાદવ-કીચડ અને ગંદકીનાં કારણે રોગચાળો પણ વકર્યો છે. નાગરિકોને પડતી હાલાકી માટે જવાબદાર અધિકારીઓ સામે હવે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સખત નારાજગી વ્યક્ત કરી છે. સતત બીજા દિવસે પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી મુખ્યમંત્રીએ બેજવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજીને (Gandhinagar) પ્રિ-મોન્સૂમ કામગીરી અંગે માહિતી મેળવી હતી. દરમિયાન, મુખ્યમંત્રીએ અધિકારીઓને પૂછ્યું કે, પ્રિ-મોન્સૂન કામગીરીમાં શું કર્યું? સાથે જ નાગરિકોને પડતી હાલાકી માટે જવાબદાર અધિકારીઓ સામે ઝડપી અને કડક પગલાં લેવા માટે સૂચના પણ આપી છે. જણાવી દઈએ કે, ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ હતો. જો કે, ઉજવણી કરવાને બદલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ડેશબૉર્ડનાં માધ્યમથી વિવિધ વિભાગોનાં અધિકારીઓ સાથે સતત બેઠકો યોજી હતી.