Read Time:48 Second
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે 31 મે સુધી ફ્લાઈટોના ભાડા ન વધારવા એરલાઈન્સને કહયું છે. હાલમાં સંચાલિત થતી 80% ફ્લાઈટોનું સંચાલન 31 મે સુધી ચાલુ રહેશે. આ ફ્લાઈટોને પણ પેસેન્જરો ન મળતા એરલાઈન્સોએ ફ્લાઈટોની સંખ્યા ઘટાડી 60% કરવાની માગણી કરી હતી.
2020માં કોરોનાની પહેલી લહેરમાં ફ્લાઈટો બંધ રહેતા એરલાઈન્સને ભારે આર્થિક નુકસાન થયું.દિવાળી પછી પેસેન્જરોની સંખ્યા વધતા સ્થિતિમાં થોડો સુધારો થયો.હાલની કોરોનાની બીજી લહેરમાં કેસની સંખ્યા વધતા લોકો મુસાફરી ટાળી રહ્યાં છે
