ભાવિના પટેલે દેશ માટે ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો છે.ભાવિના પટેલના સિલ્વર મેડલે ઈતિહાસ રચ્યો છે, તે પણ રાષ્ટ્રીય રમત દિવસ પર.ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીનાઇન સમગ્ર ભારતને બહુમાન અપાવનાર ભાવિના પટેલને ‘દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. ફાઇનલમાં ભાવિના પટેલ ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવવામાં સફળ રહી હતી.ભાવિના પટેલની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જીતને બિરદાવી હતી.