ગુજરાતનાં સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં ઉજવાશે જન્માષ્ટમી મહોત્સવ

ગુજરાતનાં સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં ઉજવાશે જન્માષ્ટમી મહોત્સવ

0 0
Spread the love
Read Time:1 Minute, 25 Second

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થતાં રાજ્યના મોટા સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભાવિકોને દર્શનનો લહાંવો મળશે તેનાથી વૈષ્ણવો અને રણછોડરાયજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ડાકોર મંદિરમાં આ વર્ષે હવે શ્રીજીનો જન્મોત્સવ ભક્તો દ્વારા હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે અને બીજા દિવસે નવમીના દિવસે નંદ મહોત્સવ ઉજવાશે. જગતમંદિર દ્વારકા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભાવિકો માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રાવણનો ચોથો સોમવાર અને જન્માષ્ટમી પર્વને સુભગ સમન્વય બની રહ્યો છે, જેથી રાજ્યના શિવમંદિરોમાં બમબમ ભોલેનો નાદ અને કૃષ્ણમંદિરો “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” ના નાદથી ગુંજી ઉઠશે.​રાજ્ય સરકાર દ્વારા તમામ મંદિરોને છૂટ આપવામાં આવી હોવાથી જન્માષ્ટમીએ દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરમાં કોવિડ પ્રોટોકોલ સાથે સૌને પ્રવેશ મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ધર્મ ભક્તિ