તાઉ-તે વાવાઝોડા ના કારણે સોરાષ્ટ્રમાં કેસર કેરીના પાક ખેદાન-મેદાન થઈ ગયો છે.આશરે 150 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા વિનાશક પવનની સાથે સાથે જોરદાર વરસાદ આવતા લગભગ 13,800 હેક્ટરમાં પથરાયેલા આંબાના વૃક્ષ પરથી મોટાભાગની કેરી ખરી પડી.છે. મોટાભાગના આંબાની ડાળીઓ વાવાઝોડાના કારણે ચીરાઈને તૂટી ગઈ છે.હજારો આંબા તો જમીનથી ઊખડી જ ગયા છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના કારણે 15 લાખથી વધુ આંબાનાં વૃક્ષો ધરાશાહી થયા છે જયારે આશરે 60 કરોડની કેરીને નુકસાન થયાના સમાચાર છે..આ વર્ષે કેસર કેરીમાં મીઠાશ નહિ રહે કારણકે પાકને થયેલ નુકસાન બાદ જે માલ બઝારમાં છે તેના ખુબ ઉંચા ભાવ ચૂકવવાનો વારો આવશે .