News Visitors : 446
Read Time:1 Minute, 1 Second
અમદાવાદ સિવિલ હોસ્પિટલ, વડોદરા તથા જૂનાગઢમાં અંગદાન થયું છે. રાજ્યમાં ત્રણ સ્થળોએ અંગદાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. ગુજરાત સરકારે જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપવા અંગદાનનો સેવાયજ્ઞ આદર્યો. રાજ્યની (State Organ Tissue And Transplant Organisation) દ્વારા વિવિધ શહેરોમાં અંગદાનના રીટ્રાઇવલ તથા ટ્રાન્સપ્લાન્ટની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં થયેલ ત્રણ અંગદાન બદલ રાજ્યના તબીબોની કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આદરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે આજે રાજ્યના જરૂરિયાતમંદ પીડિત વ્યક્તિઓનું જીવન બદલાઇ રહ્યું છે