Read Time:1 Minute, 1 Second
હાલમાં જયારે દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રે વસતા લોગોને તમામ રીતે મદદ કરી શકાય તેવા ઉમદા હેતુથી બોલીવુડ ના ગાયક કલાકાર અરિજિત સિંહે એક અનોખી પહેલ કરી છે.ગ્રામ્ય ક્ષેત્રના લોકોને દવાઓ.હોસ્પિટલમાં યોગ્ય સારવાર ઓક્સિજન મળી રહે તેના માટે સોશિયલ ફોર ગુડ અને “ગિવ ઇન્ડિયા” દ્વારા ફેસબુક સાથે હાથ મિલાવ્યા છે.અરિજિત સિંહ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનો મૂળ રહેવાશી છે અને તેના પોતાના ગામથી જ ફેસબુક પર લાઈવ કાર્યક્રમ કરશે.આ કાર્યક્રમથી જે કમાણી થશે તે તમામ રકમ ગામડામાં વસતા લોકોની મદદ માટે ખર્ચ કરવામાં આવશે.
