જુહી ચાવલાએ દેશભરમાં 5 જી વાયરલેસ નેટવર્કની સ્થાપિત કરવા વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. જુહી ચાવલાએ અરજીમાં એવો દાવો કર્યો છે કે 5 જીની ગંભીર અસર વ્યક્તિ, પશુ, પક્ષી, જંતુ, ઝાડનો છોડ પર થશે.પૃથ્વીની તમામ ઇકોસિસ્ટમ્સને કાયમી નુકસાન થશે. 5 જી વાયરલેસ નેટવર્કથી નિકળતા કિરણોત્સર્ગ( રેડિયેશન)ની વિઘાતક અસર થઈ રહી છે. 5 જી વાયરલેસ નેટવર્કની નીકળતા કિરણો હાલનાં કિરણોત્સર્ગ કરતા 10 થી 100 ગણાથી પણ વધું છે.જુ હીનું કહેવું છે કે આનાથી પૃથ્વીની તમામ ઇકોસિસ્ટમ્સને કાયમી નુકસાન થશે. આ કેસની આગામી સુનાવણી 2 જૂનના રોજ થશે.