કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેના સમયગાળામાં ફેરફાર કરી12 થી 16 અઠવાડિયાકરી દીધું છે.ભારત સરકારે વૈજ્ઞાનિક તર્કના આધારે નહિ, પરંતુ રસીનો જથ્થો ઉપલબ્ધ નહિ હોવાથી કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે..રસીકરણ વિષેના રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથે કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારીને 12 થી 16 અઠવાડિયા સુધી કરવાની ભલામણ કરી હતી.આ ભલામણને દયાને લઈને જ સમયગાળામાં જરૂરી ફેરફાર કર્યા છે.મહત્તમ 12 અઠવાડિયાનું અંતર રાખવા .લૈન્સેટે દ્વારા પણ ભલામણ કરવામાં આવી છે.દુનિયાના મોટા ભાગના વિશેષજ્ઞો અને રિસર્ચનો અભિપ્રાય બે ડોઝ વચ્ચે 12 અઠવાડિયાનું અંતર રાખવાથી રસીની ક્ષમતા 8૦ ટકાથી વધુ રહેશે તે મુજબનો છે. મેડિકલ જર્નલ લૈન્સેટના અભ્યાસ મુજબ કોવિશિલ્ડ રસીની કાર્યક્ષમતા 6 અઠવાડિયાના અંતરના સ્થાને 3 માસના અંતરમાં વધુ હોય છે. જ્યારે બે ડોઝ વચ્ચે છ અઠવાડિયાનું અંતર રાખવામાં આવ્યું તો કોવિશિલ્ડ રસીની કાર્યક્ષમતા 55.1 ટકા હતી, જ્યારે 12 અઠવાડિયાનું અંતર રાખવામાં આવતાં એ વધીને 81.3 ટકા થઇ. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથનના મતે, રબીજો ડોઝ12 અઠવાડિયાના અંતર પછી લેવાથી વધુ ઇમ્યુનિટી મળે છે.