ભારતની સૌથી માટી State Bank of India એ તેના ગ્રાહકોને વધુ સુવિધા મળી રહે તેના માટે તમામ શાખાનો સમય સવારે 10 થી 4 કર્યો છે.આ જાહેરાત સોશ્યિલ મીડિયાના માધ્યમથી પણ કરી છે.કોરોનાના કારણે અગાઉ એસબીઆઈ શાખા સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી કામ કરતી હતી.કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હોય કામકાજનો સમય વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય બેંક દવારા કરવામાં આવ્યો છે.બેન્કમાં પ્રવેશ સમયે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.બેંક દ્વાર નેટ બેન્કિંગની સેવાને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે.બેન્કની મોટા ભાગની સુવિધા ગ્રાહકો નેટ બેન્કિંગના માધ્યમથી મળીરહે તેના માટે બેંક પણ કટિબદ્ધ છે.