અમેરિકાની સુપ્રીમ કોર્ટે જોનસન એન્ડ જોનસન કંપનીના પાઉડરનો ઉપયોગથી થતા કેન્સર બદલ કંપનીએ વળતર પેટે રૂપિયા 400 કરોડ ડોલર ચુકવવા માટે હુકમ કરાયો છે,જે ભરતીય ચલણ રૂપિયા 14,300 કરોડ હશે.કંપની દ્વારા અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં નીચેની અદાલતના ચુકાદાને પડકાર્યો હતો.નીચલી કોર્ટમાં સુનાવણી દરમિયાન અમને અમારો પક્ષ મુકવાની તક યોગ્ય રીતે મળી નહોતી તેવી દલીલ રજૂ કરી હતી જોકે સુપ્રીમ કોર્ટે જેને ફગાવી દેવામાં આવી હતી અને વધુ સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. કંપની સામે 22 મહિલાઓએ વળતરનો દાવો કરીને પાઉડરથી કેન્સર થયુ હોવનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે કરેલ આદેશ મુજબની વળતરની રકમ એ મહિલાઓેની આપવામાં આવીશે કે જેમને જોનસન એન્ડ જોનસન કંપનીના પાઉડરનો ઉપયોગ કર્યા બાદ કેન્સર થયુ હતુ. કંપનીએ આ વિવાદ બાદ બજારમાં ઘટી રહેલી માંગનુ કારણ આપીને પાઉડરનુ વેચાણ બંધ કરી દીધુ હતુ.આ ચુકાદાથી સુપ્રીમ કોર્ટે નાગરિકોને ન્યાયતંત્ર પરનો ભરોસો આપ્યો છે અને ખોડુ કરનારને તેની સજા ભોગવવી જ પડે છે તેવો સંદેશ આપ્યો છે.