0
0
Read Time:1 Minute, 18 Second
ભારત સરકારના વાહન વ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 26 નવેમ્બર, 2020ના રોજ જાહેર કરાયેલા ‘હેલ્મેટ ગુણવત્તાયુક્ત નિયંત્રણ ઓર્ડર મુજબ ISI I સ્ટાન્ડર્ડવાળો હેલ્મેટને ટુ વ્હીલર વાહનચાલકો માટે ફરજિયાત કરવામાં આવી છે આ નિયમ સમગ્ર દેશમાં 1 જૂન, 2021થી અમલમાં મુકવામાં આવ્યો છે..વાહનચાલકની હેલ્મેટ BIS (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) પ્રમાણિત નહિ હોય અને છતાં તેનો ઉપયોગ કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.આઉપરાંત હેલ્મેટ બનાવનાર કંપની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ISI માર્ક વિના હેલ્મેટનું ઉત્પાદન, સ્ટોર, વેચાણ અથવા આયાત કરનાર કોઈપણ વ્યક્તિને એક વર્ષ સુધીની સજા અથવા પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.અકસ્માતથી થતા મોતની સામે વાહનચાલકોની સુરક્ષા અને સલામતીને દયાને લઈને સરકારે આ કાયદો ઘડ્યો છે.