Read Time:56 Second

બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો
ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડાયા
દુર્ઘટનામાં 10 થી 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા
Bhavnagar: લીલીયાથી સુરત જતી ખાનગી બસ લીમડા નજીક નાના ઉંમરડા પાસે પલ્ટી મારી હતી. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં બસ રોડ પરથી ખસી ગઇ હતી, જેના કારણે મુસાફરોને સામાન્યથી લઈને ગંભીર ઇજા પહોંચી છે. આ દુર્ઘટનામાં 10 થી 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે.
