Read Time:1 Minute, 1 Second
ગાંધીનગર
ભારતના પવિત્ર તહેવાર હોળીના રંગમાં ગુજરાત વિધાનસભાના સભ્યો પણ રંગાઈ ગયા.ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહીત હાજર તમામ સભ્યોએ એકબીજાને રંગ નાખીને હોળીની શુભેચ્છા પાઠવી હતી.આ હોળી ઉત્સવ વિધાનસભાની સામેના રળિયામણા સ્થળે ઉજવવામાં આવ્યો હતો.અહીં પરંપરાગત નૃત્યના તાલ અને હોળીને અનુરૂપ ગીતો અને નાચ ગાન થયા હતા.આ હોળીના પવિત્ર તહેવારમાં તમામ સભ્યોએ એકબીજા પ્રત્યેના ગમા – અણગમા છોડીને ખુબજ આનંદ ઉલ્લાસથી હોળીની ઉજવણી માણી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ ગુજરાતવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી છે.

