Read Time:1 Minute, 5 Second
ગાંધીનગરના પાલજ ગામમાં મહાકાળી માતાના પૂજન સાથે આશરે 35 ફૂટ ઉંચી ભવ્ય હોળી પ્રગટાવવામાં આવી હતી. પાલજ ગામમાં 700 વર્ષથી આ પરંપરા નિભાવવામાં આવી રહી છે. અહીં 30 x 35 ફૂટની આકૃતિવાળી આ હોળી પ્રગટાવવામાં આવે છે, જેના ધગધગતા જ્વાળાઓ આશરે 100 ફૂટ સુધી ઉંચા ઉઠતા જોવા મળતા હોય છે. આ અનોખો અને અલૌકિક હોળીના દર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા.ગામમા આવેલા અતી પ્રાચિન મહાકાળી માતાના મંદિર પ્રત્યે શ્રદ્ધા દર્શાવવા, પ્રગટ્ય પછી અહીંના પૂજારી અને ગ્રામજનો અને દર્શનાર્થિઓ ધગધગતા અંગારા પર ચાલે છે. શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું આ દૃશ્ય લોકો માટે અદભૂત અનુભવ આપે છે.આ પરંપરામાં આજદિન સુધી કોઈપણ જાતની દુર્ઘટના થઈ નથી.
