
આર્ય સમાજની સ્થાપના વર્ષ 1875 માં સ્વામી દયાનંદ સરસ્વતી એ કરી હતી. વૈદિક મુલ્યોના આધારે બનેલું આર્ય સમાજ એ એક પ્રકારે પ્રથમ હિન્દૂ સંગઠન છે. આ સમાજના આજે વિશ્વભરમાં 80 લાખથી વધુ અનુયાયીઓ છે.મહર્ષિ દયાનંદ સરસ્વતી ની 200 મી જન્મ જયંતિ તથા આર્ય સમાજની સ્થાપ્નાનાં 150 માં વર્ષની સમગ્ર ગુજરાતમાં ઐતિહાસિક ઉજવણીના પ્રચાર અને પ્રસારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે.આ ઉજવણીમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીનું વ્યક્તિત્વ,તેમનું રાષ્ટ્રીય યોગદાન, તથા તેમના દ્વારા રચિત સાહિત્ય સહીત આર્ય સમાજ શું છે તેની જાણકારી આપવામાં આવશે.આ પ્રસંગની ઉજવણીમાં સહયોગ આપવા દેશના વડાપ્રધાન,વિવિધ રાજ્યોના રાજ્યપાલશ્રીઓ,મુખ્યમંત્રીઓ સહીત વિવિધ મહાનુભાવોનો સંપર્ક કરવામાં આવશે.
