રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીની કરાઈ જાહેરાત

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીની કરાઈ જાહેરાત

0 0
Spread the love
Read Time:2 Minute, 14 Second

ગુજરાતને પ્રદુષણમુકત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજરોજ ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ઈલેક્ટ્રીક વ્હીકલ પસંદ કરતા લોકો માટે ખુશખબર એવી છે કે રાજ્ય સરકારે  ઈલેક્ટ્રીક વ્હીકલની ખરીદીમાં આકર્ષક સબસીડી આપવાનું નક્કી કરાયું છે. સરકારે જાહેર કરેલી ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીમાં ટુ-વ્હીલર માટે રૂપિયા 20 હજારની સબસીડી આપવાનું નક્કી કર્યું છે, તેવી રીતે થ્રી – વ્હીલરમાં રૂ.50 હજારની સબસીડી, ફોર વ્હીલરમાં રૂ.1.50 લાખની સબસીડી નક્કી કરાઈ છે. પ્રદૂષણ મુકત ગુજરાત બનાવવાનો પ્રયાસ કરવાના ભાગરૂપે રાજી સરકારે ૪ વર્ષ માટે જાહેર કરેલી ઇલેકટ્રીક વ્હીકલ પોલીસી અંતર્ગત રાજ્યમાં ૫૦૦ જેટલા ચાર્જીંગ સ્ટેશનોની પણ સ્થાપના કરવામાં આવશે. આ પોલિસીના અમલથી ૬ લાખ ટન કાર્બનનો ઉત્સર્ગ બચશે અને સાથે જ ૫ કરોડનું ઈંધણ બચશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજય સરકારે કાળજીપૂર્વકની વિચારણા તેમજ ઇલેકટ્રીક વ્હીકલ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોના અભિપ્રાયો અને સહાયથી ટેકનોલોજી, ઉત્પાદન પ્રક્રિયા તેમજ ઇ-વ્હીકલ સંબંધિત પરિબળો તથા ભારત સરકારની નીતિઓને ધ્યાનમાં લઇને ગુજરાતની આ ઇ-વ્હીકલ પોલિસી ઘડવામાં આવી છે.મુખ્યમંત્રીની સાથે  વાહન વ્યવહાર મંત્રી શ્રી આર. સી. ફળદુ, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ અને બંદરો-વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ તેમજ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગુજરાતની નવાજુની