
આગામી અષાઢી બીજના રોજ ભગવાન જગમાયાની રથયાત્રા નીકળવાની છે તે પહેલા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રથયાત્રા દરમિયાન કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે ૫૨૮ જેટલા ચરિત મકાનો શોધી નાંખવામાં આવ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, માત્રને માત્ર ૨૨ ૪ મકાનોને ઉતારવામાં આવ્યા છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્રની ઢીલી કામગીરી ચાલી રહી છે. જો ઝડપથી આ કામગીરી પૂર્ણ નહીં થાય તો રથયાત્રા દરમિયાન કોઈ આકસ્મિક ઘટના બને તેવી ભિતી સેવાઈ રહી છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની ૧૪૮મી પરંપરાગત યાગા નીકળવાની છે. અમદાવાદી સરસપુર ભગવાનના મોસાળ સુધીના રોડ પર તૈયારીઓ શરૂ કરી દેવાય છે. ત્યારે તંત્ર દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.રથયાત્રા દરમિયાન મકાન ધરાશાયી થવાની કે બિલ્ડીંગની છત પાડવાની આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર ૫૨૮ જેટલા જર્જરીત મકાનો ની ઓળખ કરવામાં આવી છે. આ તમામ મકાનો સંદર્ભે નોટિસ પણ આપી દેવામાં આવી છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, રથયાત્રાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને તેની સામે કોર્પોરેશન દ્વારા માત્ર ૨૨ જેટલા અરિત મકાનો ૪ ઉતારવામાં આવ્યા છે.
અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું કે, રથયાત્રાના રોડનું હાલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રાના રૂટ ઉપર મસમોટા ઝાડને ટ્રિમ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રથયાત્રા સમયે રથયાત્રાના રોડ ઉપર પાર્ટીની પરબોને પણ વ્યવસ્થા ચકાસવામાં આવી રહી છે. જર્જરીત મકાનો મામલે તેઓએ જણાવ્યું કે, તમામ રીત મકાન સંદર્ભે નોટિસ આપવામાં આવી રહી છે. જો નોટિસ આપવા છતાં મકાન માલિક મકાન નહીં ઉતારે તો એને રથયાત્રા દરમિયાન કોઈ આકસ્મિક ઘટના બને તો તે મકાન માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે, ૫૨૮ જર્જરીત મકાનોની સામે હાલ માત્ર ૨૨ મકાનો જ ઉતારવામાં આવ્યા છે. ત્યારે હજુ પ૦ જેટલા મકાનો ઉતારવાની કામગીરી ચાલી રહી હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જણાવી રહ્યા છે.
