

અમદાવાદ,તા.૨૬
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, સમગ્ર રાજ્યમાં ઓછા-વધતા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે. આવામાં હવામાન વિભાગ દ્વારા ટૂંકાગાળાની આગાહી કરવામાં આવી છે, જેમાં ચાર જિલ્લામાં તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વરસાદ અંગેની ચેતવણી આપવામાં આવી છે. ત્રણ કલાકની આગાહી કરવામાં આવી છે તેમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 7થી 10 વાગ્યાની આગાહીમાં 6 જિલ્લામાં વરસાદની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ આગામી ત્રણ કલાકમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની સવારના 10થી 1 વાગ્યા સુધીની ટૂંકાગાળાની આગાહીમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં થંડરસ્ટોર્મ અને પવન સાથે વરસાદ ચેતવણી આપવામાં આવી છે, જ્યારે નવસારી અને વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે ચાર જિલ્લા અને કેન્દ્ર સાશિત પ્રદેશોમાં વરસાદની ચેતવણી આપી છે ત્યાં થંડરસ્ટોર્મ અને 41-61 કિલોમીટર (ઝાટકાના પવન સાથે)ની ઝડપે પવન રહેવાની અને 30-60 ટકા વીજળીના કડાકા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આજના દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ તથા અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.
આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર સહિત ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ તથા દીવમાં હળવા વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર સહિત ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ તથા દીવમાં હળવા વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.