Read Time:50 Second
ગુરુવારે ઓક્સિજનના બાટલા ખાલી થઇ જતાં હોસ્પિટલ સત્તાવાળાએ તાત્કાલિક ચાંગોદરની શ્રીજી ઓક્સિજન કંપનીનો સંપર્ક કરીને ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરાવી, જે સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવો જરૂરી હતો તયારે હોસ્પિટલે પોલીસની મદદ લીધી. જેથી ચાંગોદર પોલીસે બપોરે 12 વાગ્યે ગ્રીન કોરિડોર બનાવી 20 જ મિનિટમાં 30 કિ.મી.નું અંતર કાપીને ઓક્સિજનના 30 થી 40 બાટલા ભરેલી ગાડી હોસ્પિટલ પહોંચાડી હતી. તેથી તમામ પેશન્ટને યોગ્ય સમયે ઓક્સિજન શરૂ કરી દેવાતા દર્દી અને સગાએ રાહતનો દમ લીધો
