
બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં પેન્ડીંગ મોટર અકસ્માતના વળતરને લગતા તથા દિવાની દાવાઓ અને દાંપત્ય જીવનને લગતી તકરારો વિગેરેના ૧૮,૩૪,૨૩૧ કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા જે પૈકી રૃા. ૧૧૮૮.૯૨ કરોડના ૧૧,૬૯,૦૮૩ કેસનો સુખદ નિવેડો આવ્યો હતો.

૨૦૨૫ વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું ગુજરાત રાજ્યમાં તા.૧૨ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અને લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકારો લઇ શકે તે માટે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક શ્રીમતી સુનિતા અગ્રવાલ તેમજ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ એ.વાય. કોંગજે દ્વારા તમામ જિલ્લા તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળને માર્ગદર્શન આપ્યું હતું.
અદાલતમાં પેન્ડીંગ મોટર અકસ્માતના વળતરને લગતા કે દિવાની દાવાઓ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ ચેક પરતને લગતી ફોજદારી તકરારો માત્ર દંડના શિક્ષાપાત્ર કેસો દંપત્ય જીવનને લગતી તકરારો તથા ઔધ્યોગિક તકરરોના કેસોના સમાવેશ કરાયો હતો. જેમાં ૬,૮૮,૨૭૬ ઇ-ચલણના રૃા. ૩૫.૭૪ કરોડની વસૂલાત કરાઇ તેમજ રાજભરની તમામ અદાલતોમાં યોજાયેલા મધ્યસ્થી કંસીલીએશનની વ્યવસ્થાના લાભના કારણે ૧૦ વર્ષ જૂના ૮૪૪ કેસોનો ૮૪૪ કેસોનો સુખદ નિવેડો આવ્યો છે.