
અમદાવાદ ગ્રામ્યમાં (AHMEDABAD) આવતા બાવળા પોલીસ મથક (BAVLA POLICE STATION) વિસ્તારમાંથી ટોયલેટમાં સંતાડી રાખવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો (ILLEGAL LIQOUR – TOILET) પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં ટોયલેટમાંથી વિદેશી દારૂનો જથ્થો મોટી સંખ્યામાં મળી આવ્યો છે. આ મામલે બાવળા પોલીસ મથકમાં પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગુજરાતમાં દારૂ સંતાડવા માટે અને તેની હેરફેર માટે બુટલેગરો અવનવા કિમીયાઓ અજમાવતા હોય છે. પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં આ પ્રકારની ચાલાકી પોલીસ આગળ ખુલ્લી પડી જાય છે. અને બુટલેગર તથા દારૂનો મુદ્દામાલ પકડાઇ જાય છે. અમદાવાદ ગ્રામ્યમાં આવતી બાવળા પોલીસ મથકમાં પણ આજે આવી જ એક ઘટના સામે આવી છે. બાવળા પોલીસ મથકમાં ટાવર ચોક નજીક લુહારવાસમાં એક ઘરના ટોયલેટમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી મળતા પોલીસ જવાનોએ સ્થળ પર દરોડા પાડ્યા હતા.
આ દરોડામાં ટોયલેટમાં સંતાડેલો રૂ. 3.60 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થઓ મેહુલ ઠક્કરના ઘરેથી મળી આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર કાર્યવાહી બાદ મુદ્દમાલને કબ્જે કરીને આરોપી વિરૂદ્ધ બાવળા પોલીસ મથકમાં પ્રોહિબીશનની કલમો અંતર્ગતનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીને દબોચવાના ચક્રોગતિમાન કર્યા છે.
