

ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવા વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વાહન વ્યવહાર મંત્રીશ્રીના હસ્તે વિવિધ કેટેગરીમાં ‘‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ” એનાયત કરવામાં આવ્યા હતા. શહેર/જિલ્લા માર્ગ સલામતિ સમિતી કેટેગરીમાં માર્ગ સલામતી ક્ષેત્રે વર્ષ ૨૦૨૩-૨૪માં કરેલ કામગીરીને ધ્યાને લેતા સીટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી કેટેગરીમાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી- ખેડાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જે બદલ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે એવોર્ડ આપી ખેડા ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટીના સભ્યોનું સન્માન કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ પ્રોત્સાહક સન્માન થી ખેડા જિલ્લામાં રોડ સેફ્ટી સંબધિત કામગીરી વધુ સુદ્રઢ અને અસરકારક બનશે.આ બેઠકમાં વર્ષ ૨૦૨૪ દરમ્યાન થયેલા માર્ગ અકસ્માતોના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેને અનુલક્ષીને મંત્રીશ્રીએ પોલીસ, આરટીઓ, નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ જેવા સંબંધિત તમામ વિભાગોને એકબીજાના સંકલનમાં રહી અસરકારક કામગીરી કરવા દિશાનિર્દેશ આપ્યા હતા.