પ્રવાસ કરવા માટે લોન મેળવવાની શાનદાર ઓફર

પ્રવાસ કરવા માટે લોન મેળવવાની શાનદાર ઓફર

0 0
Spread the love
Read Time:1 Minute, 32 Second

કોરોના મ્હામારીના કારણે નાણાંભીડ છે છતાં પ્રવાસની મજા મણિ શકે તેના મત હવે કેટલીક ટ્રાવેલ કંપનીઓ બજારમાં નવી ઓફર લેણી આવી રહી છે. થોમસ કૂક ઈન્ડિયા અને એસઓટીસી ટ્રાવેલ દ્વારા લોકોને આકર્ષવા માટે ‘હોલીડે ફર્સ્ટ, પે હ્વેન યુ રિટર્ન’ યોજના શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ મુજબ “પહેલા ફરો અને પછી ચુકવણી કરો” થોમસ કૂકે એનબીએફસી કંપની સંકાશ સાથે ગઠબંધન કર્યું છે.પ્રવાસીએ સૌ પ્રથમ થોમસ કૂક અથવા એસઓટીસી ટ્રાવેલ પર ટ્રાવેલ પેકેજ પસંદ કરવું પડશે અને ત્યારબાદ નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) સંકાશ પર અરજી કરવી પડશે. ગ્રાહકોને તેમની ચુકવણી કરવાની ક્ષમતાના આધારે 10,000થી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. લોન 3, 6, 9 અથવા 12 મહિનાના હપ્તામાં કરી શકાય છે. દર મહિને વ્યાજ દર 1 ટકા રહેશે.3 મહિના માટે 3 ટકા અને છ મહિના માટે 6 ટકારહેશે.માસિક હપ્તા અથવા ઇએમઆઈ ટૂર પરથી પાછા ફર્યા પછીના મહિનાના પાંચમા દિવસથી શરૂ થાય છે. જો તમે તે તારીખ પહેલાં આખી રકમ પરત કરી દો છો, તો પછી કોઈ વ્યાજ ચૂકવવો નહીં પડે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સમાચાર વિશેષ