પર્યાવરણ સાધના દ્વારા અમદાવાદમા યોજવામાં આવ્યો વૃક્ષારોપણનો કાર્યક્રમ

પર્યાવરણ સાધના દ્વારા અમદાવાદમા યોજવામાં આવ્યો વૃક્ષારોપણનો કાર્યક્રમ

0 0
Spread the love
Read Time:1 Minute, 42 Second

અમદાવાદની પર્યાવરણ સાધના સંસ્થા દ્વારા યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ,નિકોલ,અમદાવાદ ખાતે તારીખ 18/11/2021 ના રોજ રાખવામા આવ્યો હતો.રાજયમાં “વૃક્ષો વાવો-પર્યાવરન બચાવો” ના સંકલ્પ અને લોકોને શુધ્ધ હવા-ઓક્સિજન મળી રહે તેવા ઉમદા જાહેર હેતુને દયાને લઈને આ કાર્યક્રમનું આયોજન સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં 30 જુદા જુદા રોપા સંસ્થાના ચેરમેન શ્રી ચંદ્રવદન ધ્રુવ, આજુબાજુની સોસાયટીના રહીશો, મહિલા મંડળની બહેનો-માતાઓએ તથા સંસ્થાના કાર્યકર્તાઓએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું.પર્યાવરણની જનવની જાણવણી કરવી,વૃક્ષ ઉગાડવા અને તેનું જતન કરવું એ તમામ નાગરિકોની ફરજ છે.સમાજમાં પર્યાવરણ પ્રેમીઓ તો છે જ પરંતુ કોરોના મહામારી પછી પર્યાવરણની જાગૃતિ ખૂબ વધી ગઈ છે જે આવકારદાયક છે.આ વિસ્તારમાં કે અન્ય કોઈપણ વિસ્તારમાં જો પ્રદૂષણની સમસ્યા હોય તો,તેને દુર કરવા સંસ્થા હંમેશા પ્રયત્ન કરશે તેની ખાત્રી ચંદ્રવદન ધ્રુવે આપી હતી.કાર્યક્રમના અંતમાં શ્રી ભાનુભાઇ કોઠીયાએ ઉપસ્થિત તમામ મહેમાનો અને કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થનાર તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સમાચાર વિશેષ