ભારતીય રેલવેની સહયોગી કંપનીઆઈઆરસીટીસી(IRCTC) રેલ્વે ટિકિટ બનાવવા માટે એજન્ટ બનવાની ઉત્તમ તક આપી રહી છે.ભારતીય રેલ્વે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે. રેલ્વેનું ટૂરિઝમ અને કેટરિંગ યુનિટ આઇઆરસીટીસી ઓનલાઇન ટિકિટ બુકિંગ / રદ કરવાની સેવા આપે છે. આઈઆરસીટીસીની સાથે જોડાવાથી તમને સારું કમીશન મળે છે. એજન્ટ બનીને ટીકિટ બુકિંગ કરી શકો છો. જેમાં ટિકીટ બુકિંગના હિસાબે કમિશન નક્કી થાય છે. એજન્ટોને દરેક બુકિંગ અને ટ્રાન્ઝેક્શન પર કમિશન મળે છે. એક એજન્ટ દર મહિને 80,000 રૂપિયા સુધીની નિયમિત આવક મેળવી શકે છે. જો કામ ધીમું હોય તો પણ સરેરાશ 40-50 હજાર રૂપિયાની કમાણી થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ આઈઆરસીટીસી એજન્ટ બનવા માટે ફક્ત 12 મું પાસ હોવો જોઈએ. આ માટે તમારે પહેલા આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ત્યાં તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ માટે તમારે પાનકાર્ડ, આધારકાર્ડ, મોબાઇલ નંબર, માન્ય ઇ-મેઇલ આઈડી, ફોટો,રહેણાંકના સરનામાનો પુરાવો,જાહેરાત ફોર્મ વગેરે જેવા દસ્તાવેજોની જરૂર પડશે. આઈઆરસીટીસીની બુકિંગ એજન્સીઓ માટેની બે યોજનાઓ છે, પ્રથમ યોજના હેઠળ, એક વર્ષ માટે એટલે કે 3,999 રૂપિયા માટે એજન્સી ચાર્જ છે. બીજા પ્લાનમાં એજન્સી ચાર્જ બે વર્ષ માટે 6,999 રૂપિયા છે. જણાવી દઈએ કે જો તમારે આઈઆરસીટીસીના એજન્ટ બનવું છે, તો પહેલા તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવો પડશે એટલે કે ડીડી. આ ડીડી 30,000 રૂપિયાની હશે અને તમારે તેને આઈઆરસીટીસીના નામે કરાવવી પડશે. ભવિષ્યમાં જો તમે આ ડીલ રદ કરશો તો તમને 20,000 નું રીફંડ મળશે. દરેક એજન્ટને વર્ષે કરારના રિન્યુઅલ માટે 5000 રૂપિયા ભરવા પડશે.