દિલ્હીની એક કોર્ટમાં કેસની સુનાવણી ચાલી અને જજે આવતી તારીખ આપી દીધી. આ અરજદારને જ્યારે પોતોના એક કેસમાં નવી તારીખ મળી તો તે ખૂબ જ ગુસ્સે થઇ ગયો હતો અને આ વ્યક્તિ કોમ્પ્યુટરને લાત મારી અને ખુરશીઓ ફેંકી દીધી.આ પછી તેણે સની દેઓલનાં અંદાજમાં ડાયલોગ મારતા કહ્યુ કે, ‘તારીખ પે તારીખ મળે છે, ન્યાય નથી મળતો જજ સાહેબ. આ મામલો 17 જુલાઈએ કડકડ઼ડૂમા કોર્ટ રૂમ નંબર 66 માં બન્યો હતો.આ અંગે કોર્ટનાં સ્ટાફે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ રાકેશની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રાકેશની ધરપકડ કરી તેને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કર્યો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, રાકેશ આ કેસને સતત ખેંચતો જોઇ હતાશ થયો છે. જેના આધારે તેની સામે કલમ 353, 427 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.આ મામલો કોર્ટમાં ચર્ચાનો વિષય રહ્યો છે.ઘણા લોકો આ મામલો સોશિયલ મીડિયા પર વહેતો કરી રહ્યા છે.
સની દેઓલનો ફિલ્મ ડાયલોગ ‘તારીખ પે તારીખ’અરજદારને પડ્યો ભારે
Read Time:1 Minute, 23 Second