ગુજરાતમાં ધોરણ 9થી 11ના વર્ગો હવે 26 જુલાઈથી શરૂ થવાના છે. સ્કૂલોમાં 50 ટકાની કેપેસિટીને કારણે ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓને ધોરણ 12ના વિદ્યાર્થીઓની જેમ સ્કૂલમાં ઓડ-ઈવન પદ્ધતિથી ભણવું પડશે. સોમવાર, બુધવાર અને શુક્રવારે અલગ વિદ્યાર્થીઓ અને મંગળવાર, ગુરુવાર તથા શનિવારે અલગ વિદ્યાર્થીઓ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ મેળવશે. આમ, ધોરણ 12ના વર્ગો ઓફલાઈન ઓડ ઈવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે અને આ પદ્ધતિથી જ 9થી 11ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.