આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાયો ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને દંડ ને બદલે રાખડી બાંધી તહેવારની ઉજવણી કરી.તમામ વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવાના ઉમદા ઉદેશથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો.ટ્રાફિકના નિયમોના ભંગ બાબતે પોલીસ અને વાહનચાલકો વચ્ચે અનેકવાર ઘર્ષણ સર્જાય છે.આથી ટ્રાફિક પોલીસ અને નાગરિકો વચ્ચે સુમેળભર્યું વાતાવરણ રહે અને તમામ લોકો ટ્રાફિક નિયમનો પાલન કરે તથા પોલીસને તેની ફરજ બ્જવવામાં સહકાર આપે તેવો સંદેશો આપવા પ્રયાસ કર્યો છે. તેવો કાયદાનું પાલન કરે અને નમાં પોલીસને સહકાર આપે.