નાગરિકોને મળેલા રાઇટ ટુ પ્રાઇવસીના બંધારણીય અધિકારના આધારે દારૂબંધીને પડકારતી અરજી ટકવા પાત્ર છે એવો હુકમ કરીને હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝટકો આપ્યો છે.હાઇકોર્ટ સમક્ષ અરજદારે એવી રજૂઆત કરી છે કે, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર સરકારને રોક લગાવવાનો કોઈ અધિકાર નથી.બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે જે યોગ્ય નથી.રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે.જોકે હાઇકોર્ટે આ રજૂઆતને નકારી કાઢી છે.આ કેસની સુનાવણી 12 ઓક્ટોબરે રાખવામાં આવી છે.