વિશ્વના ગુજરાતીઓને ગુજરાતી ભાષા દિવસના ગૌરવપૂર્ણ અભિનંદન

વિશ્વના ગુજરાતીઓને ગુજરાતી ભાષા દિવસના ગૌરવપૂર્ણ અભિનંદન

0 0
Spread the love
Read Time:1 Minute, 17 Second

જય જય ગરવી ગુજરાત’ લખી વિશ્વભરમાં ગુજરાતની જય બોલાવનાર કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, સંપાદક અને સંશોધક કવિ શ્રી નર્મદ (નર્મદાશંકર લાભશંકર દવે) જીની જન્મજયંતીની સાથે સાથે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ પણ છે. ગુજરાતની અસ્મિતાનું બીજું નામ ગુજરાતી ભાષા છે. વિશ્વની સૌથી વધુ માતૃભાષકો ધરાવતી ૩૦ ભાષામાં ગુજરાતી ભાષાનું ૨૩મું સ્થાન છે. ભાષાનું સંવર્ધન અને જતનની જવાબદારી કોઈ એક વ્યક્તિ કે સરકારની નહી પરંતુ સમગ્ર સમાજની છે.ગુજરાતી મોરી મોરી રે… માત્ર એવું ગાણું ગાયા કરવાથી કશું ન વળે. જાગ્રત રહીને સૌએ સાથે મળીને એવો માહોલ રચવો પડશે.જે દિવશે આપણે આપણી ગુજરાતી ભાષા માટે ગૌરવ અનુભવશું તે દિવશે ભાષા જીવશે ..જીવાડવી નહી પડે. ગુજરાતી ભાષાની અસ્મિતા તથા ગૌરવના જતન માટે આજના દિવસે આપણે સહુ સાથે મળીને પ્રયત્ન કરીએ તો જ આજનો આ દિવસે સાચા અર્થમાં ઉજવણી કરી ગણાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સમાચાર વિશેષ