નાના બાળકોને બટન સેલ સંચાલિત રમકડાઓ આપતા વાલીઓ સાવધાન

નાના બાળકોને બટન સેલ સંચાલિત રમકડાઓ આપતા વાલીઓ સાવધાન

0 0
Spread the love
Read Time:1 Minute, 36 Second

આજકાલ બજારમાં મળતી LED રાખડીના કારણે નાના બાળકો કેવી મુશ્કેલીમાં મુકે જાય છે તેની ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગરમાં ત્રણ વર્ષના બાળકના હાથે બાંધવામા આવેલી LED રાખડીનો બટન સેલ તેના નાકમાં નાખી દેતા બાળકનો શ્વાસ રૂંધાવવા લાગ્યો હતો જેના કારણે તાત્કાલિક હોસ્પીટલમાં દાખલ કરવો પડ્યો હતો.ડોક્ટર દ્વારા બાળકના નાકની તાત્કાલિક સર્જરી કરી સેલ કડી દેવામાં આવ્યો છે. ત્ણ વર્ષીય બાળકે LED લાઈટનો બટન સેલ રમત રમતમાં નાકમાં નાખી દીધો હતો જેના કારણે બાળક રડવા લાગ્યો હતો. પરિવારના સભ્યોએ તેણે કાઢવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ બટન સેલ છેક અંદર સુધી ઘૂસી ગયો હતો. જેનાં પરિણામે બાળકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈને દોડવણો વારો આવ્યો હતો. હોસ્પિટલમાં એક્સ રે રિપોર્ટ કરાવતા નાકમાં બટન સેલ ફસાઈ ગયો હોવાનું સ્પષ્ટ થયું હતું.આ કિસ્સો નાના બાળકોના માતા-પિતા માટે ચેતવણીરૂપ ગણાય. આજે બજારમાં આવા બટન સેલવાળા ઈલેક્ટ્રોનિક નાના મોટા અનેક રમકડાં માલ્ટા હોય છે જેના ઉપયોગ વખતે માતા-પિટાઈ વિશેષ સાવધાની રાખવી પડશે.

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
જન જાગૃતિ