ચટપટા નાસ્તામાં કંપનીઓ ગ્રાહકોને પીરસી રહી છે ધીમું ઝેર?

ચટપટા નાસ્તામાં કંપનીઓ ગ્રાહકોને પીરસી રહી છે ધીમું ઝેર?

0 0
Spread the love
Read Time:1 Minute, 36 Second

બઝારમાં મળતા ચટપટા નાસ્તામાં મીઠાનું પ્રમાણ WHOના વૈશ્વિક સ્ટાન્ડર્ડ પ્રમાણે છે કે કેમ તેનું પરીક્ષણ અમદાવાદની જાણીતી સંસ્થા કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે (CERC) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. WHOના સ્ટાન્ડર્ડ મુજબ 100 ગ્રામ ચટપટા નાસ્તા(વેફર સહિત)માં 500 મિલીગ્રામથી વધુ સોડિયમ ન હોવું જોઈએ.આ હકીકત જાણવા માટે સંસ્થાએ દેશની 9 જાણીતી બ્રાન્ડની પોટેટો ચિપ્સનું પરીક્ષણ કર્યું હતું જેમાં ચોકાવનારા ખુલાસા બહાર આવવા પામ્યા છે.આ પરિક્ષણમાં 8 બ્રાન્ડ્સમાં સોડિયમ/મીઠાનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.એક અહેવાલમાં ઉલ્લેખ કર્યા મુજબ CERCના પરિક્ષણમાં અંકલ ચિપ્સમાં સૌથી વધુ (990મિલીગ્રામ/ 100ગ્રામ) સોડિયમ મળી આવ્યું હતું. જ્યારે પારલે વેફરમાં WHOના બેન્ચમાર્કથી ઓછું (465મિલીગ્રામ/100 ગ્રામ) સોડિયમ મળ્યું હતું. સમ્રાટની ચિપ્સમાં 902મિલીગ્રામ/100 ગ્રામ, હલ્દીરામ હલકે ફૂલકેમાં 756 મિલીગ્રામ/100 ગ્રામ સોડિયમ મળ્યું, જ્યારે બાલાજી અને પારલે દ્વારા પેકેજિંગ પર સોડિયમની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સમાચાર વિશેષ