આજે ભારતના ખુબજ સન્માનીય અને યુવા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 77 મી જન્મ જયંતી છે.દેશના તમામ ધર્મો અને ભાષાઓના લોકોમાં રાષ્ટ્રીય એકતા અને કોમી સંવાદિતાને પ્રોત્સાહન આપવાની ઉદ્દેશથી આ દિવસને ‘સદભાવના દિવસ’ અથવા સંપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પાસે દીર્ધ દ્રષ્ટિ અને સૌમ્યતા હતી તથા સફળ નેતૃત્વ પૂરું પાડી દેશને નવી ઊચાઈ પરલઈ જવા હંમેશા કટિબદ્ધ રહેતા હતા.