ગુજરાતમાં મિનિ વેકેસીનની તક મળતા જ પ્રવાસના શોખીનો ફરવા નીકળી પડ્યા હતા.ગુજરાતનાં પ્રવાસન સ્થળોમાં હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ વધતું જાય છે.તારીખ ૨૮, ૨૯ અને ૩૦ ઓગસ્ટની 3 રજાઓમાં નર્મદા જિલ્લાના કેવડિયામાં નિર્માણ પામેલી લોહ પુરુષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 92 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હોવાનું બહાર આવ્યું છે.કોરોના મહામારીના કારણે મંદીમાં ફસાયેલ પ્રવાસન ઉદ્યોગને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં વેગ મળ્યો છે.