ઓસ્ટ્રેલીયાના બ્રિસ્બેનમાં ભારતીય મૂળના 12 વર્ષીય હિંદુ ફૂટબોલ ખેલાડી શુભ પટેલને તુલસીની માળા (કંઠી માળા) પહેરવાને કારણે મેચમાં રમાડવાની ના પાડીને મેદાનમાંથી બહાર મોકલી દેવામાં આવ્યો હોવાના સમાચારો વિવિધ મીડિયાના માધ્યમથી વહેતા થયા છે. શુભે મીડિયા સાથે વાત કરતા કહ્યું, ફક્ત એક ફૂટબોલ મેચ માટે હું તેને ઉતારવાની જગ્યાએ પોતાના ધર્મનું પાલન કરવાનું પસંદ કરીશ.રેફરીએ શુભને કંઠી ઉતારવા કહ્યું તો તેણે કંઠી ઉતારવાની ના પાડી દીધી, માળા તેને આત્મવિશ્વાસ આપે છે સુરક્ષિત અનુભવ કરાવે છે જે તેણે 5 વર્ષની ઉંમરથી પહેરી છે આથી તે ઉતરર્વનો ઈન્કાર કરીને મેત્ચ જોવાનું વધારે પસંદ કર્યું. આ ઘટના પછી શુભ પટેલના પરિવાર અને ટૂવોન્ગ સોકર ક્લબની માફી માંગી હોવાની માહિતી પીએન દયાને આવેલ છે.