હાલમાં જાપાન ખાતે પેરાઓલમ્પિક ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં ભાગ લેનારા ૫૦ સ્પર્ધકો પૈકી પ્રત્યેકને રૃપિયા ૨૫ હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ માટે રૂપિયા ૧૨ લાખ ૫૦ હજાર ફાળવવામાં આવશે .આ ઉપરાંત સ્પર્ધકોના કોચ, મેનેજર અને અન્ય સહયોગીઓ થઈને ૫૪ વ્યક્તિને પ્રત્યેકને રૃપિયા ૧૫ હજારનું પ્રોત્સાહન આપવમાં આવશે. આ માટે રૂપિયા ૮ લાખ ૧૦ ફાળવવામાં આવશે.આમ તમામની સંખ્યા 104 થાય છે જેની કુલ રકમ ૨૦ લાખ ૬૦ હજાર થાય છે. તમામ સ્પર્ધકો અને સહયોગીઓના બેન્ક ખાતામાં સીધી જ આ રકમ જમા કરી દેવામાં આવશે. ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે મોરારિબાપુ દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે ખરેખર ખૂબજ મહાન અને વંદનીય છે.