કોરોનની અસરથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે.બજારમાં વિવિધ પ્રકરણના માસ્ક આવી રહ્યા છે ત્યારે સીતાપુર ખાતે એક બાબા તુલસી અને લીમડાના પાનમાંથી બનાવેલું માસ્ક પહેરીને નજરે પડ્યા છે,જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.આ બાબાનું કહેવું છે કે આપણા આયુર્વેદ શાસ્ત્રમાં તુલસી અને લીમડાની વિશેષ મહત્વ છે.આ હર્બલ માસ્ક છે,અને સૌથી સુરક્ષિત છે જેના કારણે કોરોનથી બચી શકાય છે.બાબા સૌને તેના ફાયદા સમજાવી આવું માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે.