ગુજરાતની હોસ્પિટલોમાં તથા ભરૂચની કોવિદ હોસ્પિટલમાં લાગેલ આગની દુર્ઘટનાનના મામલામાં સુઓમોટો અરજીની સુનાવણીમાં ફાયર સેફટીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી. હાઇકોર્ટે કહ્યુ કે જે હોસ્પિટલ પાસે ફાયર NOC હતી જ નહિ ત્યાં દર્દીઓને દાખલ કેમ કરાયા? ભરૂચની વેલ્ફર હોસ્પિટલમાં તારીખ 1 મે ના રોજ લાગેલી આગમાં 18 દર્દીઓના કરુંણ મોત નિપજ્યા હતા.ગુજરાત સરકાર તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ફાયર સેફટી મામલે ચલાવેલ બેદરકારી બાબતે હાઈકોર્ટ ખુબ નારાજ થઈ છે.આગામી સુનાવણી વધુ જવાબ રજુ કરવામાં આવશે.