0
0
Read Time:1 Minute, 6 Second
હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ગરમીના કારણે લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાથી માસ્ક ભીનું થઈ જતું હોય છે. તબીબી નિષ્ણાતના મટે ભીનું માસ્ક પહેરવાથી આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થઈ શકે છે.ભીનું માસ્ક આપને કોરોના વાયરસના સંક્રમણથી બચાવી શકશે નહી. એટલું જ નહી,નવી બીમારીને આમંત્રણ આપે છે.WHO દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરેલ છે.તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના વડા દ્વારા પણ ભીના માસ્ક નહીં પહેરવાની સ્લય આપેલ છે.હાલમાં જયારે કોરોના દર્દીઓમાં મયુકરમાઈકોસીસના કેસો વધી રહ્યા છે ત્યારે વરસાદી અને ભેજવાળા વાતાવરણમાં ભીના માસ્ક પહેરવાનું ટાળવું જોઈએ.થ્રી લેરવાળા માસ્ક વધુ સ્લમુંત હોવાનું પણ જણાવેલ છે.